વાંકાનેરના ગોકુળનગરમાં ઘરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 9 પકડાયા, 1.22 લાખની રોકડ કબ્જે
મોરબી-હળવદમાં જુગારની 6 રેડ: 14 લોકો જુગાર રમતા પકડાયા
SHARE









મોરબી-હળવદમાં જુગારની 6 રેડ: 14 લોકો જુગાર રમતા પકડાયા
મોરબી અને હળવદમાં જુગારની 6 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 14 લોકો જુગાર રમતા પકડાયા હતા જેથી તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના રોહીદાસપરામાં ગુજરાત સોસાયટીના ખૂણા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દિનેશભાઈ દેવજીભાઈ ચૌહાણ (45), મનીષભાઈ અમરશીભાઈ ચૌહાણ (32) અને જયેશભાઈ દેવજીભાઈ સોલંકી (30) રહે. બધા રોહીદાસપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5,000 રૂપિયાની રોકડા કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે જુગારની બીજી રેડ યોગીનગર સ્કૂલની પાછળના ભાગમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા મયુરભાઈ મનસુખભાઈ સીતાપરા (25) રહે. પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મોરબી, વિનોદભાઈ ગોવિંદભાઈ ઓગણીયા (22) રહે. વીસીપરા મોરબી અને સુનિલભાઈ બાબુભાઈ ઓગણીયા રહે મહેન્દ્રનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના શાકમાર્કેટ ચોક પાસે જાહેરમાં વલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રિન્સ પ્રવીણભાઈ વાઘેલા (20) રહે. વજેપર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના લાતી પ્લોટ મેન રોડ ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ (45) રહે. મકરાણીવાસ સબજેલની પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય 450 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
લક્ષ્મીનગર જુગાર
મોરબીના લક્ષ્મીનગર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સતિષભાઈ સોમાભાઈ કોરડીયા (25) રહે. લક્ષ્મીનગર, મહેશભાઈ દેવશીભાઈ હળવદિયા (37) રહે. જુના સાદુળકા અને સાગરભાઇ શામજીભાઈ કોરડીયા (27) રહે. લક્ષ્મીનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 3,800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
રાયસંગપર જુગાર
હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં નર્મદાની કેનાલ જતા રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નથુભાઈ કમાભાઈ ભાકડા (57), ગુગેશભાઈ અમુભાઈ ચાવડા (23) અને રવિકુમાર લાભુભાઈ સોઢા (30) રહે. બધા રાયસંગપર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,190 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
