મોરબીમાં સિરામિક કારખાનેદારે કરેલ આપઘાતના કેસમાં બ્લેક મેઇલ કરીને ધમકી આપનાર મહિલા સહિત 2 આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં સિરામિક કારખાનેદારે કરેલ આપઘાતના કેસમાં બ્લેક મેઇલ કરીને ધમકી આપનાર મહિલા સહિત 2 આરોપીની ધરપકડ
મોરબી રહેતા સિરામિક કારખાનેદાર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને તેની સ્યૂસાઇટ નોટ લખી હતી જેના આધારે પોલીસે તેના ચાર ભાગીદાર તેમજ એક મહિલા સહિત કુલ 6 શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે અમદાવાદની એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.
ટંકારા તાલુકાનાં ઉમિયાનગર ગામે રહેતા પ્રકાશભાઇ કુંવરજીભાઈ ભાડજા (42) એ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા રહે.બગથળા, અમદાવાદની એક મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર ની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના બનેવી અને સાળા અશોકભાઇ નાનજીભાઈ પાડલિયા (42) રહે. લક્ષ્મીનાયારણ સોસાયટી એકતા પેલેસ-એ ફ્લેટ નં.201 ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળાને ગઇકાલે ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું અને મૃતક યુવાને એક સુસાઇટ નોટ લખી હતી જેમાં તમામ આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો છે. મૃતક અશોકભાઇને તેના ચાર ભાગીદાર પાસેથી 4.30 કરોડ રૂપિયા લેવાના હતા જે આપતા ન હતા અને ધમકી આપતા હતા તેમજ અમદાવાદની મહિલા આરોપી સાથે ફરિયાદીના મૃતક સાળા અશોકભાઇને પ્રેમ સબંધ હોય જેનો ફાયદો ઉઠાવીને તે મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાએ ભેગા મળી ફરિયાદીના સાળાને ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપ્યો હતો જેથી માનસીક ત્રાસ અને ધમકી આપીને ફરિયાદીના સાળાને મરવા માટે મજબુર કરતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું જે ગુનામાં એ ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે આરોપી અર્ચીતભાઇ નિતિનભાઈ મહેતા (43) રહે. સેકટર-1 ગાંધીનગર અને મનીષાબેન કિરણભાઈ ગોહિલ (35) રહે. આર્યવિલા એપાર્ટમેંટ આનંદ પાર્ટી પ્લોટ પાસે રાણીપ અમદાવાદ મૂળ રહે. મારુતિ પાર્ક સોસાયટી ખોડિયાર મંદિર પાછળ નંદનવન સોસાયટી ખાંધોરાળ જુનાગઢ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
