મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પદે ભાવેશ પારેજીયાની સર્વાનુમતે વરણી
વાંકાનેરના ગોકુળનગરમાં ઘરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 9 પકડાયા, 1.22 લાખની રોકડ કબ્જે
SHARE









વાંકાનેરના ગોકુળનગરમાં ઘરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 9 પકડાયા, 1.22 લાખની રોકડ કબ્જે
વાંકાનેરમાં આવેલ વૃંદાવન સોસાયટી પાસે ગોકુળનગરમાં રહેતા વ્યક્તિના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,22,800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રાધિકા એપાર્ટમેન્ટની બાજુમાં ગોકુળનગરમાં રહેતા જીગ્નેશભાઈ કારીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયા (38), ભરતભાઈ મેહુરભાઈ ઝાપડા (39) રહે. ગોકુળનગર, નૈયમુદીભાઇ હુસેનભાઇ ખોરજીયા (27) રહે. અમરસર, આબિદભાઈ હુસેનભાઇ સંધિ (44) રહે. અમરસર, હિમેશભાઈ રણછોડભાઈ માણસુરીયા (33) રહે. વેલનાથપરા વાંકાનેર, વર્ષાબેન દિનેશભાઈ સોમાણી (38) રહે. આરોગ્યનગર વાંકાનેર, શિલ્પાબેન કમલેશભાઈ મકવાણા (32) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, લલીતાબેન રતિલાલ અઘોલા (52) રહે. વેલનાથપરા વાંકાનેર અને ઇન્દુબા ટપુભા જેઠવા (58) રહે. જીનપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,22,800 ની રોકડ સાથે તેઓની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર મહિલા સહિત નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વરલી જુગાર
વાંકાનેરના સરતનપર રોડ ઉપર હોટલની પાછળના રોડ ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે નીતિનભાઈ ભીખાજીભાઈ ખાંભળીયા (32) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
