મોરબી : દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્રારા નાની વાવડી ગામે સનાતન કા રાજા, ગુ.હા.બોર્ડ માં આજે રાતે 'કમો' કરશે જમાવટ
SHARE









મોરબી : દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા આયોજિત સનાતન કા રાજા
દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે સનાતન કા રાજા નું આયોજન કરવામાં આવ્યું છે.હિંદુ ધર્મની પરંપરા મુજબ ઉજવાતા આ ઉત્સવમાં ૧૦ દિવસ સૌ કોઈ ભગવાન શ્રી ગણેશ દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી દર્શનનો લાભ મેળવતા હોય છે.વિઘ્નહર્તા પાસે દરેક વિધ્ન દૂર થાય અને જીવનમાં કાયમ સુખ-શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરતા હોય છે ત્યારે દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા હિંદુ ધર્મના તહેવારોની પરંપરાનું જતન કરવા માટે પ્રથમ વખત "સનાતન કા રાજા"નું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે કમો જમાવટ કરશે
મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા કમો હાસ્યની રમઝટ બોલાવશે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવો કમો હાસ્યની રમઝટ બોલાવશે. આ કમાના હાસ્ય શોને નિહાળવા દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.
