મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ


SHARE

















મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ

મોરબીમાં વીસી ફાટક પાસેથી સ્કૂટર લઈને જઈ પસાર થઈ રહેલ શખ્સને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી 1 કિલો 387 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો, વાહન અને બે મોબાઈલ વિગેરે મળીને 64,370 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે તથા માલ આપનારનું નામ સામે આવ્યું હોય બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના વીસી ફાટક પાસેથી સ્કૂટર નંબર જીજે 36 કે 8212 લઈને પસાર થઈ રહેલ શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવેલ હતો ત્યારે તેની પાસેથી 1 કિલો 387 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી 13,870 ની કિંમતનો ગાંજો 45,000 રૂપિયાની કિંમતનું વાહન તથા જુદીજુદી કંપનીના બે મોબાઇલ ફોન આમ કુલ મળીને 64,370 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી આરીફ આલમશા સૈયદ (32) રહે. વીસીપરા સિસ્ટરના બંગલા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ માલ આપનાર તરીકે અનવર ઉર્ફે મનોજ ગુલામહુસેન સુમરા રહે. વીસીપરા મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી બંને શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News