મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ચોરી: માળીયાના નવાગામ પાસે દારૂની ભઠ્ઠી ઉપર રેડ


SHARE









વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ચોરી: માળીયાના નવાગામ પાસે દારૂની ભઠ્ઠી ઉપર રેડ

વાંકાનેરમાં ઘર પાસે યુવાને તેનું બાઈક પાક કરીને મૂક્યું હતું જે 51,000 ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં શારદા સ્કૂલ વાળી શેરીમાં રહેતા જગદીશભાઈ રસિકલાલ પરમાર (37)એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમણે પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 એચડી 8318 પાર્ક કરીને મૂક્યું હતું જે 51,000 ની કિંમતનું બાઇક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દારૂની ભઠ્ઠી ઉપર રેડ

માળીયા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવાગામ પાસે નદીમાં કાંઠે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તેમજ 140 લિટર તૈયાર દેશી દારૂ, 1 મોબાઈલ મોબાઈલ ફોન સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેથી પોલીસે ફૂલ મળીને 38,150 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોબાઈલ ફોનના ધારક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News