મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

​​​​​​​ટંકારાના ધ્રોલીયા ગામેથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધીને તેના વાલીને સોંપવામાં આવી


SHARE

















ટંકારાના ધ્રોલીયા ગામેથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધીને તેના વાલીને સોંપવામાં આવી

ટંકારા તાલુકાનાં ધ્રોલીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કરતાં ખેડુત પરીવારની બે સગીર દીકરી ગુમ થયેલ હતી જેની ગામના સરપંચે ટંકારા પોલીસને તાત્કાલિક જાણ કરી હતી જેથી પોલીસે જુદીજુદી ટીમો બનાવીને સગીર વયની બે માસુમ દિકરીઓને શોધી કાઢવા માટે કવાયત શરૂ કરી હતી અને બંને બાળકીઓને હેમખેમ શોધી કાઢીને તેના વાલીને સોંપવામાં આવેલ છે.

મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પીઆઇ કે.એમ.છાસિયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં નેકનામ આઉટ પોસ્ટના રાજુભાઇ કોપાણીયા અને રાજેશભાઇ કણઝારીયા તથા કિશોરભાઇ દાવા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમા રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ (6) તથા સવીતા (7) વાળી બંને સાંજના આશરે 6 થી 7 વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા ઘરેથી દુકાને ચીજવસ્તુઓ લેવા માટે ગઈ હતી અને બંને ઘરે પરત આવેલ નથી જેથી ડીવાયએસપી સમીર સારડાની સુચના મુજબ પીઆઇ કે.એમ.છાસીયા દ્વારા જુદીજુદી ટીમો બનાવીને ધ્રોલીયા ગામના પાટીયાની આજુબાજુના કારખાનાઓમાં તથા વાડી વિસ્તારોમા અને અવાવરૂ જગ્યાએ ચેક કરવામાં આવ્યું હતું દરમ્યાન મોડી રાત્રીના ગુમ થનાર બંને સગીર વયની બાળાઓ ધ્રોલીયા ગામની સીમમા એક મગફળીના ખેતરમાંથી હેમખેમ મળી આવી હતી જેથી બંને બાળાઓને ડીવાયએસપી સમીર સારડા અને પીઆઇ કે.એમ.છાસીયાની હાજરીમાં તેના વાલીને સોંપી દેવામાં આવી હતી.




Latest News