ટંકારાના ધ્રોલીયા ગામેથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધીને તેના વાલીને સોંપવામાં આવી
તેરા તુજકો અર્પણ: ટંકારા નજીક થયેલ આંગડિયા લૂંટમાં ગયેલ રોકડ પૈકી વધુ 6.5 લાખ ફરિયાદીને પરત કરાયા
SHARE









તેરા તુજકો અર્પણ: ટંકારા નજીક થયેલ આંગડિયા લૂંટમાં ગયેલ રોકડ પૈકી વધુ 6.5 લાખ ફરિયાદીને પરત કરાયા
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ધોળા દિવસે આંગડિયા પેઢીના સંચાલકની કારને ટક્કર મારીને રોકડા 90 લાખ રૂપિયાની લૂંટ કરી હતી જે ગુનામાં આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને તેની પાસેથી રોકડ રકમની રિકવરી પણ કરવામાં આવી રહી છે જેમાંથી મોટાભાગની રકમ ફરિયાદીને પરત આપી દેવામાં આવેલ છે તેવામાં વધુ 6.50 લાખ રૂપિયાની છે છેલ્લે આરોપીઓ પાસેથી રિકવરી કરી હતી તે કોર્ટના આદેશ પછી તેના મલીકને પરત આપી દેવામાં આવેલ છે.
મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા દ્વારા કોર્ટમાં પેન્ડીંગ મુદામાલ અર્પણ કાર્યક્રમ હેઠળ ફરિયાદીને તેનો કિંમતી મુદામાલ પરત આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત તા. 25/5/25 ના રોજ રાજકોટના રહેવાસી અને ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી રોકડા રૂપિયા 90 લાખ તેની કારમાં લઈને આવી રહ્યા હતા ત્યારે લૂંટારુઓએ તેની કારનો પીછો કર્યો હતો અને ફરીયાદી ઉપર હુમલો કરીને ખજુરા રિસોર્ટના પાર્કિંગમાથી રોકડા 90 લાખની લુટ કરવામાં આવી હતી જેનો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. આ ગુનામાં કુલ 9 પૈકીનાં 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે અને તેની પાસેથી 72.50 લાખ રીકવર કરવામાં આવ્યા હતા જે ફરીયાદીને અગાઉ પાછા આપી દેવામાં આવેલ છે ત્યાર બાદ છેલ્લે પકડાયેલ આરોપી પાસેથી રીકવર કરવામા આવેલ 6.50 લાખ કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી એસપી ઓફિસે ફરિયાદીને બોલાવીને એસપી, ડીવાયએસપી અને પીઆઇની હાજરીમાં તેને 6.50 લાખ પાછા આપવામાં આવેલ છે આમ ફરિયાદીને અત્યાર સુધીમાં કુલ 79 લાખ પરત આપવામાં આવેલ છે.
