ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે


SHARE













મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે

મોરબીમાં રહેતા કારખાનેદાર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને તેની સ્યૂસાઇટ નોટ લખી હતી જેના આધારે પોલીસે એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જે ગુનામાં પકડાયેલ એક મહિલા સહિત બે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

ટંકારાના ઉમિયાનગર ગામે રહેતા પ્રકાશભાઇ કુંવરજીભાઈ ભાડજાએ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સાળાના ચાર ભાગીદાર અમીતભાઈ વશરામભાઇ ચારોલાભાવેશભાઇ બાબુભાઇ વીડજાબીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજામનોજભાઇ હરખાભાઇ સાણંદીયા તથા અમદાવાદની એક મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના બનેવી અને સાળા અશોકભાઇ નાનજીભાઈ પાડલિયા (42) રહે. લક્ષ્મીનાયારણ સોસાયટી એકતા પેલેસ-એ ફ્લેટ નં.201 ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળાએ ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું જો કે, તેણે લખેલ સુસાઇટ નોટ લખી હતી જેમાં તેના ચાર ભાગીદાર તેમજ એક મહિલા સહિત કુલ 6 લોકોનો નામ જોગ ઉલ્લેખ હતો. જેમાં તેણે લખ્યું હતું કે તેના ચાર ભાગીદાર પાસેથી 4.30 કરોડ રૂપિયા લેવાના હતા જે આપતા ન હતા અને ધમકી આપતા હતા તેમજ અમદાવાદની મહિલા આરોપી સાથે ફરિયાદીના મૃતક સાળા અશોકભાઇને પ્રેમ સબંધ હોય જેનો ફાયદો ઉઠાવીને તે મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાએ ભેગા મળી ફરિયાદીના સાળાને ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપ્યો હતો. જે ગુનામાં એ ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટીમે આરોપી અર્ચીતભાઇ નિતિનભાઈ મહેતા રહે. સેકટર-1 ગાંધીનગર અને મનીષાબેન કિરણભાઈ ગોહિલ રહે. આર્યવિલા એપાર્ટમેંટ આનંદ પાર્ટી પ્લોટ પાસે રાણીપ અમદાવાદ વાળાની ધરપકડ કરીને બંનેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ હતા અને રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News