મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો


SHARE































મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનારનું કોલેજમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનાર ખાસ BBA ના વિદ્યાથીઓ માટે  યોજાયો હતો.

આ સેમિનારમાં ખાસ મુંબઈથી સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી સ્વાતી કાપડિયા, નિષ્ણાત ટ્રેનર વિવેક પાટકી અને ગૌરવ મલ્હોત્રા  ઉપાસ્થિત રહ્યા હતા.આ દિવસ બે દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન સમયમાં અભ્યાસના સમયથી જ ગોલ સેટિંગ દ્વારા સફળ કારકિર્દીનું નિર્માણ કઈ રીતે થાય શકે અને આધુનિક મેનેજમેન્ટ અને નેતૃત્વના પાઠ શીખવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારકિર્દી ઘડતરમાં વ્યક્તિત્વ વિકાસ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. આ સાથે એક સફળ અને કુશળ સંચાલક કઈ રીતે બની શકાય તે અંગેની તાલીમ આપવામાં  આવી હતી. આ કાર્યક્રમમાં BBA ફેકલ્ટીના વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અને કાર્યક્રમના અંતે ટ્રેનર તથા સંસ્થાને કોલેજ દ્વારા મેમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. આ તકે સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે  ટ્રેનર વિવેક પાટકી અને ગૌરવ મલહોત્રાનો આભાર વ્યક્ત કર્યો હતો.












Latest News