મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત


SHARE









મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત

મોરબીમાંથી નેશનલ હાઇવે 27 (8-એ) પસાર થાય છે તે રોડ અને તેના સર્વિસ રોડ ઉપર અનેક જગ્યાએ ખાડા છે અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બંધ છે જેથી પાણી રોડ ઉપર ભરાઈ છે અને રોડ તૂટી જાય છે જેથી અકસ્માત, ટ્રાફિક, ગંદકી, માલમાં નુકશાન સહિતના અનેક પ્રશ્નો ઊભા થાય છે જેથી આ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા માટે મોરબી સિરામિક મેન્યુ. એસો. દ્વારા કેન્દ્રિય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં વિશ્વ વિખ્યાત સિરામિક ઉધોગ આવેલ છે અને મોરબીમાંથી 27 નંબરનો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક 8000 ટ્રકની આવાગમન થાય છે અને મોરબીથી વાર્ષિક 60 હજાર કરોડનુ ટર્નઓવર થાય છે ત્યારે આહિના ટ્રાફિકને ધ્યાને રાખીને ફોરલેન રોડની જગ્યાએ સિક્સલેન રોડની જરૂરિયાત છે. તેમજ માળીયાથી વાંકાનેર સુધી સર્વિસ રોડની ગટરની સફાઇ કરવામાં આવેલ નથી જેથી વરસાદી પાણી રોડ ઉપર ભરાઈ છે. જેથી રોડ તૂટી જાય છે અને લોકો હેરાન થાય છે. આટલું જ નહીં ટ્રાફિકના પ્રશ્નો પણ ઉભા થાય છે. અને રોડમાં ખાડાના લીધે સિરામિક ટાઇલ્સમાં બ્રેકેજની સમસ્યાઓ ઘણી આવે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાળા ખાડા વાળા રોડને લિધે “રોડ નહી તો ટોલ નહી”ના  સુત્ર સાથે હળતાલ કરવાની વાતો કરી રહ્યા છે ત્યારે મોરબીમાં નેશનલ હાઇવે અને તેના સર્વિસ રોડના જે પ્રશ્નો છે તેને તાત્કાલિક ઉકેલવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.




Latest News