મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા


SHARE







ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા અને જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રહેતા વીબેન ધારાભાઈ ઝાપડા (90) નામના વૃદ્ધા ગત તા. 6/8 ના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જોકે તેઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને ડોક્ટર દ્વારા વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા રાજુભાઈ ધારાભાઈ ઝાપડા (45) રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મૂળ અરવલ્લીના રહેવાસી ઈકબાલ સુલેમાન વહાબી (56) નામના આધેડને મોરબીના રફાળેશ્વરથી પાનેલી જવાના રોડ ઉપર પગપાળા જતાં હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. 






Latest News