મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે પિતા સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE









મોરબીના સોખડા ગામે પિતા સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબીના સોખડા ગામે રહેતા યુવાનને તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી જેથી તે યુવાનને લાગી આવતા તે પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઈ સુરેલા (18) નામના યુવાને ગત તા. 16/8 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણ મૃતક યુવાનને તેના પિતા સાથે બોલાચાલી થયેલ હતી ત્યારબાદ તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કબીર ટેકરી પાસે રહેતા કાસમભાઈ આદમભાઈ જિંદાણી (45) નામનો યુવાન સવાસર પ્લોટ મેન રોડ ઉપરથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસે જાણ કરવામાં આવી છે.




Latest News