ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા


SHARE













મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા

મોરબીના અમરેલી રોડ ઉપર ભવાનીનગરમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ મહિલા સહિત 8 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 12,650 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના વીસીપરામાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં જાહેરમાં જુગારની રે કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બેચરભાઈ ખેંગારભાઈ ધોળકિયા (45), નવઘણભાઈ લાભુભાઈ દારોદરા (28), કિશનભાઇ સુખાભાઈ હળવદિયા (38), શારદાબેન મનુભાઈ ભોજવીયા (45), ચંપાબેન ચંદુભાઈ શેખાણી (50), જોશનાબેન વિનોદભાઈ ભોજવીયા (30), સોનલબેન ધનજીભાઈ કુરિયા (31) અને રંજનબેન ભરતભાઈ ભોજવીયા (43) રહે. બધા ભવાનીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,650 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારી

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા મનોજભાઈ બળદેવભાઈ (24) નામના યુવાનને સનાળા રોડ ઉપર આવેલ કયાજી પ્લોટમાં ડીલક્ષ પાન પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના ગોરખીજડીયા નજીક મસાલાની વાડીમાં રહેતો મયુર તુલસીભાઈ ડાભી (11) નામનો બાળક તેના પિતા સાથે બાઇકમાં બેસીને વાવડી રોડ ઉપર દરગાહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં મયુરને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News