મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ


SHARE









મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ

મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે વરલીના આંકડા લેતા મળી આવેલ શખ્સોને રોકડ રકમ સાથે પકડીને પોલીસે જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ગાંધીચોકમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રકાશભાઈ નારણભાઈ નાગદેવ (35) રહે. વાઘપરા મેઈન રોડ દિનેશ પાનના નાકા પાસે મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તો મોરબીના વઘાપરાના નાકા પાસે વરલી જુગાની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જયરાજભાઈ શંકરભાઈ ધામેચા (47) રહે. રણછોડનગર નવલખી રોડ પાસે મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 750 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીમાં મચ્છી પીઠ રોડ જમાતખાના પાસે વરલીની રેડ કરવામાં આવતા ત્યાં ઈબ્રાહીમભાઇ મામદભાઈ જુણાજ (53) રહે. હુડકો ક્વાર્ટર સ્લમ ક્વોટર પાસે જામનગર રોડ રાજકોટ વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય 540 ની રોકડ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે વાંકાનેરની સરતાનપર ચોકડી પાસે વરલીની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ચેતનભાઇ સોમાભાઈ ઠાકોર (23) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હતો જેથી 320 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તો સરતનપર ગામ નજીક આવેલ સીરામીક કારખાના પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પરસોતમભાઈ ટીકુભાઈ પરમાર (45) રહે. મકનસર વાળા વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ સિરામિક કારખાના નજીક વરલીની રેડ કરવામાં આવતા પરબતભાઈ કાળુભાઈ ઉકેડીયા (42) રહે. રાતવીરડા વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે 400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.

અકસ્માતમાં ઇજા

માળિયામાં રહેતા હલીમાબેન સલીમભાઈ કટિયા (40) અને સકિનાબેન હનીફભાઈ મોવર (40) નામના બે મહિલા દરગાહે જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી ટ્રક ચાલકે હડફેટે લેતા બંને મહિલાઓને ઈજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા દિલીપભાઈ જીવરાજભાઈ કંઝારીયા (32) નામના યુવાનનું બાઈક ગામના પાટીયા પાસે સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

એસિડ પી જતાં સારવારમાં

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક રહેતા નયનાબેન સુરેશભાઈ સોલંકી (22) નામની મહિલાએ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોવાનું સામે આવ્યું છે જોકે મહિલાએ કયા કારણોસર એસિડ પીધું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.




Latest News