મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને જીવનનો અંત આણ્યો : બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
મોરબીના ટિંબડી પાટીયા પાસેથી કતલખાને લઈ જવાતા 13 ઘેંટા-બકરાને ગૌરક્ષકોએ બચાવ્યા
SHARE
મોરબીના ટિંબડી પાટીયા પાસેથી કતલખાને લઈ જવાતા 13 ઘેંટા-બકરાને ગૌરક્ષકોએ બચાવ્યા
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતી મહિન્દ્રા જીતો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 13 ઘેટા બકરા ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી ગાડીમાં બેઠેલા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ગૌરક્ષકોને મળેલી બાતમી આધારે વોચ રાખવામાં આવી હતી ત્યારે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલ મહેન્દ્રા જીતો ગાડી નંબર જીજે 17 યુયુ 6759 ને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાં 10 બકરા અને 3 ઘેટા ક્રૂરતા પૂર્વક બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી મહેન્દ્રનગર ગામે રહેતા વિવેકભાઈ વેલજીભાઈ અઘારા (26)ની ફરિયાદ લઈને પોલીસે ગાડીમાં બેઠેલા શબ્બીરભાઈ મહમદહનીફ શેખ (30) રહે. હેમલાય ફળિયું બાપુની દરગાહ પાસે અંજાર અને ધારીભાઈ બચુભાઈ જીલીયા (45) રહે. ત્રાજપર ચોકડી પેટ્રોલ પંપ પાછળ ઝૂંપડામાં મોરબી વાળાની સામે ગુનો નોંધી બંનેને પકડીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ફિનાઇલ પી જતાં સારવારમાં
મોરબીના સાયન્ટિફિક વાળી રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અમીનાબેન સતારભાઈ કાસમણી (50) નામના આધેડ મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મારામારી
વાંકાનેર નજીકના મેસરીયા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માનુંબેન હીરાભાઈ ખાંભલીયા (65) અને મહેશભાઈ હીરાભાઈ આંબલીયા (30) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે