ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન


SHARE













મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન

મોરબીના સનાળા રોડ ઉપર સમયના ગેટની બાજુમાં આવેલ લેન્ડમાર્ક પ્લાઝા ખાતે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિની ઓફિસ આવેલ છે અને ત્યાં આગામી ગુરૂવારના રોજ સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સ્ત્રી અને પુરુષ બંને લાભ લઈ શકે છે.

કૂંડારીયા કેન્સર ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી તથા ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના સહયોગથી મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે લેન્ડમાર્ક પ્લાઝામાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિની ઓફિસ આવેલ છે તે જગ્યાએ સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આગામી તા. 4/9/25 ને ગુરૂવારના રોજ બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે અને આ રસીકરણનો લાભ સ્ત્રી અને પુરુષ બંને લઈ શકે છે અને વધુમાં આયોજકો પાસેથી જાણવા મળતી પ્રમાણે સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના મુખનું કેન્સર, યોની માર્ગનું કેન્સર, યોનીના મુખનું કેન્સર, ગુદાનું કેન્સર અને જનનાનંગમાં થતા મસથી બચવા માટે અને પુરુષોમાં થતા ગુદાનું કેન્સર તથા જનનાનંમાં થતા મસાના રોગથી બચવા માટે રસીકરણ પ્રોગ્રામનો લાભ લેવો જોઈએ અને બીટી સવાણી હોસ્પિટલ દ્વારા રજીસ્ટ્રેશન કરેલ તમામ લોકોને ફ્રી માં હિમોગ્લોબિન ચેક કરી આપવામાં આવશે તેવું આયોજકો પાસેથી જાણવા મળેલ છે.






Latest News