મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન
સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
SHARE
સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ઈદે મિલાદુન્નબીનો તહેવાર નબીએ પાકના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં ભાઈચારાની ભાવના સાથે હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં સેવા-સમર્પણની ભાવનાથી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસર ઉપર અનોખું આયોજન કરાયું છે અને મોરબીની સીવીલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે અને આગમી શુક્રવાર તા. ૦૫/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ મેમણ કોલોની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સમાજના યુવાનો સહિતના લોકો દ્વારા રક્તદાન કરવામાં આવશે અને આયોજકોનું કહેવું છે કે “માનવસેવામાં રક્તદાન સૌથી મોટું દાન છે” અને કોઈપણ વ્યક્તિએ કરેલ રક્તદાન અન્ય વ્યક્તિનું જીવન બચાવવા માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીફભાઈ મેમણ (9727178692), આશીફભાઈ ઘાંચી (9913347181), સોહીલભાઈ મેમણ (9624329267) તથા ફેઝલભાઈ મેમણ (9712922473) સહિત હઝરત બાવા અહેમદશાહ ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.