ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપૂર ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો


SHARE













મોરબીના લખધીરપૂર ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ડૂબી ગયો હતો જે પાણીના પ્રવાહ સાથે તણાઈને મોરબીના મચ્છુ-2 ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી ફાયર વિભાગની ટીમે ડેમના પાણીમાંથી યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મોરબીના લખધીરપૂર રોડે આવેલ કોરલઈ ગોલ્ડ સીરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજકુમાર નારાયણભાઈ વનાવસી (33) નામનો યુવાન કોઈ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો અને કેનાલમાં નર્મદાનું પાણી ચાલુ હોવાથી તે યુવાન પાણીની સાથે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી તણાઈને આવી ગયો હતો અને ત્યાંથી તેની ડેબબોડી મળી આવતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મચ્છુ-2 ડેમમાંથી મૃતક યુવનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપૂર રોડ ઉપરરહેતા અમીનકિશોર ઉમેશભાઈ વનવાસી (19)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News