સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ
SHARE
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ
રાજકોટ રેંજના આઇજી અશોકકુમાર યાદવની સુચના મુજબ મોરબીના એસપી મુકેશ પટેલના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત મકનસર ગામ પાસે આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ તથા ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ સ્પર્ધામાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહસભર ભાગ લીધેલ હતો અને તેમાં વિજેતા તથા ઉપ-વિજેતા ટીમોને એસપી મુકેશ પટેલના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત શાળાના 200 જેટલા બાળકો પણ ત્યાં આવ્યા હતા અને જુદીજુદી રમતમાં ભાગ લીધેલ હતો. અને તમામ વિદ્યાર્થીઓને જીવનમાં રમત-ગમતના મહત્વ તથા શારીરિક તંદુરસ્તી બાબતે જાગૃત રહી વધુમાં વધુ શારીરિક રીતે કાર્યરત રહેવા બાબતે માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા.