ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દારૂના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી વડોદરામાંથી પકડાયો


SHARE













માળીયા (મી)ના દારૂના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી વડોદરામાંથી પકડાયો

માળીયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં આરોપી છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપીને એલસીબીની ટીમે વડોદરા જિલ્લામાંથી ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને માળીયા તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહી છે તેવામાં જયેશભાઇ વાઘેલા, બળદેવભાઇ વનાણી અને આશીફભાઇ ચાણકિયાને સંયુક્તમા ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, માળીયા તાલુકામાં વર્ષ 2017 માં નોંધાયેલ ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી કમલસિંહ ભાનુસિંહ યાદવ રહે. પલ્હાવાસ બી.એસ.એન.ટાવરની બાજુમાં તાલુકો રેવારી (હરીયાણા) વાળો હાલ વડોદરા જિલ્લાના અમદાવાદ-મુંબઇ હાઇવે પર મહાદેવ હોટલ ખાતે આવેલ છે જેથી તાત્કાલિક સ્ટાફ ત્યાં ગયો હતો અને આરોપી કમલસિંહ ભાનીસિંહ યાદવ (45) રહે. પલ્હાવાસ બી.એસ.એન.ટાવરની બાજુમાં રોહડાઇ થાના તાલુકો રેવારી (હરીયાણા) વાળાને  વડોદરા શહેર અમદાવાદ-મુંબઇ હાઇવે પર મહાદેવ હોટલના પાર્કિંગમાંથી પકડી લેવામાં આવેલ હતો અને મોરબી લઈ આવીને આગળની કાર્યવાહી માટે આરોપીને માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે.






Latest News