મોરબી જીલ્લામાં ફાળવવામાં આવેલ 10 નવા જનસંપર્ક વાહનનું એસપીએ કરાવ્યુ પ્રસ્થાન
SHARE
મોરબી જીલ્લામાં ફાળવવામાં આવેલ 10 નવા જનસંપર્ક વાહનનું એસપીએ કરાવ્યુ પ્રસ્થાન
લોકોની સલામતી માટે સરકાર દ્વારા એક પછી એક સેવામાં વધારો કરવામાં આવી રહ્યો છે તેવામાં મોરબી જીલ્લામા સરકાર દ્વારા 10 નવા જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે જેને લીલીઝંડી આપીને એસપી દ્વારા મોરબી જીલ્લામાં પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું
મોરબી જીલ્લામાં સરકાર દ્વારા 10 નવા જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે જેને આજે મોરબીના એસપી મુકેશ પટેલ તેમજ ડીવાયએસપી સમીર સારડા અને વિરલ દલવાડીની હાજરીમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા એસપી મુકેશ પટેલે જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા હાલમાં જેટલી પણ સેવાઓ ઓનલાઈન કે ફોન મારફતે પૂરી પાડવામાં આવી રહી છે તે તમામ સેવાઓને એક સ્થળેથી મળી રહે તેના ભાગરૂપે 112 જન સંપર્ક અભિયાન શરૂ કર્યું છે અને રાજયના દરેક જીલ્લામાં 112 ના નવા વાહનો આપવામાં આવેલ છે તેના જ ભાગરૂપે મોરબી જીલ્લામાં 10 નવા જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે. જેને લોકોની સેવા માટે કાર્યરત કરી દેવામાં આવેલ છે અને જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉથી નિર્ધારિત કરેલ જગ્યાએ આ વાહનોને સ્ટેન્ડ ટુ રાખવામા આવશે અને તેના એક ડ્રાઈવર તથા બે પોલીસ કર્મચારીને રાખવામા આવશે. અને આ વાહન થકી લોકોની રાઉન્ડ ધી ક્લોક સેવા કરવામાં આવશે. અને ખાસ કરીને જીઓ ફેન્સિંગ તેમજ જીઓ લોકેશનના આધારે આ સેવા લોકોને પૂરી પાડવામાં આવશે. અને કોઈપણ વ્યક્તિ 112 નંબર ઉપર ફોન કરશે એટ્લે વહેલમાં વહેલી તકે તેને જેની જરૂર હોય તે સેવા ત્યાં પહોચે તેવું આયોજન મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને આ 112 અભિયાનની નવી સેવાનું કાર્યક્ષેત્ર નિશ્ચિત થઈ જાય ત્યાં અને લોકો તેનો લાભ લેતા થઈ જાય ત્યાં સુધી જીલ્લામાં પીસીઆર વાનની સેવા પણ ચાલુ જ રાખવામા આવશે.