માળીયા (મી)ના દારૂના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી વડોદરામાંથી પકડાયો
મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવયુગ કા રાજા ની વિસર્જન યાત્રા યોજાઈ
SHARE
મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવયુગ કા રાજા ની વિસર્જન યાત્રા યોજાઈ
ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે નવયુગ કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપાની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવ્યું હતું અને 256 ભોગનો અન્નકૂટ દાદાને ધરાવવામાં આવ્યો હતો. આ આયોજનમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો અને આ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું ત્યારે ગણપતિ દાદાની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર વિગેરે જોડાયા હતા અને તકે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની એકતા, સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ અને સામાજિક જવાબદારી માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયા તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.