વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે અરજી કરી શકાશે


SHARE







મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે અરજી કરી શકાશે

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36 AS, AQ, AN, AM, AK  તથા ફોર વ્હીલર માટે GJ36 AR, AL, AP, AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36 X, GJ36V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા. ૦૯/૦૯/૨૦૨૫ થી શરૂ થનાર છે.

આરટીઓ અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ તા. ૦૯/૦૯ થી ૧૧/૦૯ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૧/૦૯ થી ૧૩/૦૯ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૧૩/૦૯ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. અને બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.




Latest News