મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે અરજી કરી શકાશે
મોરબીમાં કુ-પોષિત બાળકોને સુપોષિત કરવા પોષણ કીટનું વિતરણ કરાયું
SHARE







મોરબીમાં કુ-પોષિત બાળકોને સુપોષિત કરવા પોષણ કીટનું વિતરણ કરાયું
સંયુક્ત રાષ્ટ્ર(UNO) દ્વારા વર્ષ - ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે મોરબી સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર, તાલુકા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, મોરબી ખાતે કુ-પોષિત બાળકોને પોષણ કીટના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલષચંદ્ર ભટ્ટ તથા આઈસીડીએસના પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવના હસ્તે ICDS શાખા, જિલ્લા પંચાયત, મોરબી ઘટક-૧ અને ઘટક-૨ માં નોંધાયેલ કુ-પોષિત બાળકો (SAM) ને શ્રી મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને તેમજ સગર્ભા માતાઓને દૈનિક પોષણયુકત આહાર, ફણગાવેલ કઠોળ, ઘરે બનાવેલ આહાર મળી રહે તે માટેકુ-પોષિત બાળકોની માતાઓ તથા લગત આંગણવાડી વર્કર બહેનોને માહિતગાર કરવા તથા બાળકોની શારીરીક તંદુરસ્તી જળવાય રહે અને બાળકોનું ભવિષ્ય ઉજળુ બને તે માટે પહેલ કરવામાં આવી તેમજ બાળકોને બજારના જંકફૂડ ન આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સહકારી મંડળીઓ, મોરબી જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરી, ICDS શાખા, જિલ્લા પંચાયત, મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી, સહકારી મંડળીઓના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.
