મોરબીમાંથી પરણિતાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે સગા ભાઈઓની ધરપકડ
શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી
SHARE







શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી
શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.જૈનિલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ-મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારો અને કારોબારીની રચના કરવામાં આવેલ છે.જેમાં રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ મોરબી જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે એડ.મિતેષ દિલીપકુમાર દવેની તેમજ ઉપપ્રમુખ પદે એડ.દર્શન દિલીપકુમાર દવેની, મહામંત્રી તરીકે એડ.કપિલદેવ વસંતલાલ પંડ્યાની વરણી કરવામાં આવેલ છે.
તેમજ પ્રદેશકક્ષાએ કારોબારીની ટીમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાવલ જતીનભાઈ (મહેસાણા) અને શુકલ કિરણભાઈ (અમદાવાદ) ની અને પ્રદેશ પ્રવક્તા પદે શર્મા દેવેન્દ્રભાઈ (મહેસાણા) ની, પ્રદેશ સંગઠક તરીકે ભટ્ટ જનકભાઈની જયારે પ્રદેશ કારોબારી નિલેશભાઈ પંડયાની, પ્રદેશ આમંત્રિત કારોબારી રાજેન્દ્રભાઈ પુંડરીકપ્રસાદ રાવલ, લીગલ સેલ પ્રદેશ કમલેશ રાવલ (કડી) ની વરણી કરવામાં આવેલ છે.તેમ મિતેષ દવેએ યાદીમાં જણાવેલ છે.
