મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાંથી બાળકનું અપહરણ


SHARE













મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાંથી બાળકનું અપહરણ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા યુવાનના પોણા બાર વર્ષના દીકરાનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના વરડુસર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે સરકારી સ્કૂલની બાજુમાં રહેતા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડ (34)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ  નોંધાવેછે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો યસ ઉર્ફે ધવલ ગોપાલભાઈ રાઠોડ 11 વર્ષ 10 મહિના વાળો ગત તા. 22/8/2025 ના રાત્રીના આઠેક વાગ્યાના સમયમાં તેઓના ઘરે હતો ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના દીકરાનું અપહરણ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રામસિંહ પાલ (50) નામના આધેડ બાઈક ઉપર સર્કિટ હાઉસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News