મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી નજીક કાર ચાલકે રિક્ષાને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE









ટંકારાના હરબટીયાળી નજીક કાર ચાલકે રિક્ષાને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારાના હરબટીયાળી ગામથી આગળ રાજકોટ તરફ જવાના રસ્તા ઉપર કાર ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને રિક્ષા ચાલક યુવાન રિક્ષામાં દબાઈ જતા તેને છાતીમાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટમાં રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર જનક સોસાયટી આરીફભાઈ સાયચાના મકાનમાં રહેતા અહેમદશાહ ઈબ્રાહીમભાઇ શાહમદાર (32)એ હાલમાં કાર નંબર જીજે 15 સીબી 9808 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 23/8 ના રોજ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હરબટીયાળી ગામથી આગળ રાજકોટ તરફ જવાના રસ્તા ઉપરથી તેનો નાનો ભાઈ મહમદસાહીલ ઈબ્રાહીમભાઇ શાહમદાર (26) તેની અતુલ શક્તિ રીક્ષા નંબર જીજે 3 ડીયુ 3747 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે ફરિયાદીના ભાઈની રીક્ષાને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને રીક્ષા પલટી મારી ગઈ હતી ત્યારે ફરિયાદીનો ભાઈ રિક્ષામાં દબાઈ જતા તેને છાતીના ભાગે અને શરીરે ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ તેનો ભાઈ ટંકારાથી રિક્ષામાં માલ ભરીને રાજકોટ તરફ જઇ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેની રિક્ષાને હડફેટે લીધી હતી અને આ બનાવમાં યુવાનનું મોત નિપજતા તેના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.




Latest News