મોરબીના નવી પીપળી ગામે યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
હળવદના મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
SHARE







હળવદના મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
હળવદના મયુરનગર ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 14,150 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રફિકભાઈ નૂરમહમદ જામ (30) રહે. જોન્સનગર લાતી પ્લોટ મોરબી, કૈલાશભાઈ ખોડાભાઈ ઉપસરિયા (38) રહે. જુના ઘાંટીલા, ફૈયાજ નૂરમહમ્મદ સિપાઈ (35) રહે. મોચી બજાર હળવદ અને બચુભાઈ નારણભાઈ જાકાસણીયા (57) રહે. જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,150 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બેટરીનું પાણી પી ગયો !
મોરબીના ભીમસર વિસ્તારમાં રહેતો શિવા દેવજીભાઈ કુંઢીયા (19) નામનો યુવાન મચ્છુ નદીના કાંઠે કોઈ કારણોસર બેટરીનું પાણી પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ મોમજીભાઈ ચલાવી રહ્યા છે.
તરુણને ઇજા
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા કલ્પેશ વિજયભાઈ કુંઢીયા (16) નામના તરૂણને નટરાજ ફાટક પાસે મારામારીના બનાવમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ મોમજીભાઈ ચલાવી રહ્યા છે
