મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી


SHARE































મોરબીના બગથળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી

મોરબીના બગથળા ગામે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવવાનો અનુભવ કર્યો હતો.  અને પ્રિન્સિપાલ પદ માટે કુલ ૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના નામો નોંધાયા હતા. લોકશાહી પદ્ધતિને અનુસરતાં ઉત્સાહભેર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામે હળવદિયા પ્રકાશને પ્રિન્સિપાલ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સુમરા સાહિલને વાઈસ પ્રિન્સિપાલ તરીકે નિમણૂંક મળી હતી.

આ શાળાના દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ શિક્ષક બની પોતાના મિત્રો સુધી જ્ઞાન પહોંચાડતા જોવા મળ્યા. આ અનુભવથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંકલન અને સંવાદ કૌશલ્યોનો વિકાસ થયો હતો આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૮ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો રજૂ કર્યા હતા શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયક મંતવ્યો રજૂ કર્યા હતા જેને સાંભળીને સમગ્ર શાળા ગર્વ અનુભવતી થઈ હતી અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપી તેમની મહેનત અને હિંમતને વધાવી હતી આમ શિક્ષક દિવસની ઉજવણી અસ્મરણીય બની હતી.












Latest News