મોરબીના બગથળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડો.સુષ્માબેન દુધરેજીયાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરાઇ
SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડો.સુષ્માબેન દુધરેજીયાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરાઇ
ભારતીય સંસ્કૃતિ નું નિરંતર સિંચન કરતી તેમજ મહિલાઓને આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપતી એવી મોરબીની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ઉજવવામાં આવેલા આ પ્રસંગે અલભ્ય એવા સિંદૂરના વૃક્ષોની ત્યાં વાવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાંના વડીલો સાથે કેક કટીંગ કર્યું હતું અને રાસ ગરબા રમીને જમણવાર કરાવ્યો હતો. ત્યારે ક્લબના તમામ બહેનો સાથે રહ્યા હતા. વધુ માહિતી આપતા ક્લબ સેક્રેટરી મનિષાબેન ગણાત્રાએ જણાવ્યું કે આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરી તમામ વડીલોને તેમના રૂમમાં વોલ ક્લોકની ગિફ્ટ પણ આપી હતી.
