મોરબીના રવાપર ગામે શ્વાસ અને ફેફસાની બીમારીસર આધેડનું મોત
SHARE







મોરબીના રવાપર ગામે શ્વાસ અને ફેફસાની બીમારીસર આધેડનું મોત
મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી કેશવ હાઇટ ખાતે ફલેટ નંબર-૬૦૪ માં રહેતા ગણેશભાઈ રાઘવજીભાઈ કલોલ પટેલ (૫૫) મૂળ રહે.કાંતિપુર તા.જી.મોરબી ને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને ફેફસાની બીમારી હોય જે સબબ તેમનું અવસાન થયેલ હતું.બનાવની પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકમાંથી સ્ટાફના વી.કે.ફૂલતરીયા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.
મશીનમાં હાથ આવી જતા સારવારમાં
મનીષભાઈ કાળુભાઈ બારૈયા (ઉંમર વર્ષ ૧૭) રહે.ટંકારા ખીજડીયા ચોકડી, વાઈટ પોલીમર્સ સાઇટ ખાતે સાંજે ૪ વાગ્યા આસપાસ પોતે સાઇટ ઉપર હતો ત્યારે કામ કરતો હતો ત્યારે કોઈ કારણોસર કોઈ મશીનમાં તેનો હાથ આવી જતા ઈજા થતાં ટંકારા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે હળવદની સરા ચોકડી પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક આખલા સાથે અથડાતા મૌલિક હરેશભાઈ મેંઢા (૩૩) રહે.હળવદ પોસ્ટ ઓફિસ સામેને ઇજા પહોંચી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધ સારવારમાં
મોરબીના શનાળા રોડ જીઆઇડીસી થી છાત્રાલયના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં છગનભાઈ રણછોડભાઈ મારવાણીયા (૮૯) રહે. રાજપર તા.જી.મોરબીને ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના રાજકોટ રોડ નવી મેડિકલ કોલેજ સામે થયેલ વાહન અકસ્માત બનાવમાં શનાળા રોડ ઉપર ટોયોટા શોરૂમ નજીક રહેતા રમેશ રમણીકભાઈ સનારીયા નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે દવાખાને લવાયો હતો.
મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના છતર ગામે રહેતા સીમાબેન પ્રવીણભાઈ પટેલ નામની ૨૯ વર્ષની મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે મીતાણા ગામ પાસે બાઈક અકસ્માત બનાવમાં તેમને ઇજા પહોંચી હોય અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે નાનીવાવડી ગામ પાસેથી બાઈક લઈને જતા સમયે કબીર આશ્રમ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં મધુસુદનભાઈ નરભેરામભાઈ જાની (૭૪) રહે.જુના ઘાંટીલા ને ઇજા થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.
