કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

મોરબીનાં સિરામિક ઉદ્યોગને નવી રેલ કનેક્ટિવિટી મળી,મકનસર ફ્રેટ ટર્મિનલ પર કન્ટેનર લોડિંગનો પ્રારંભ: પ્રથમ ટ્રેનમાં 56 કન્ટેનરમાં 1824 ટન સિરામિક ટાઇલ્સનું વહન


SHARE











મોરબીનાં સિરામિક ઉદ્યોગને નવી રેલ કનેક્ટિવિટી મળી,મકનસર ફ્રેટ ટર્મિનલ પર કન્ટેનર લોડિંગનો પ્રારંભ: પ્રથમ ટ્રેનમાં 56 કન્ટેનરમાં 1824 ટન સિરામિક ટાઇલ્સનું વહન

ગુજરાતના મોરબી નજીક મકનસરમાં એક નવું ફ્રેટ ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે જેના કારણે મોરબી અને આસપાસના ઉદ્યોગોને નવી રેલ કનેક્ટિવિટી મળી છે. માલવહન માટે નવા ગ્રાહકોને આકર્ષવા માટે રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) એ મકનસર સ્થિત નવા ફ્રેટ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનમાં મોરબીની સિરામિક ટાઇલ્સ લોડ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ ટર્મિનલ પર લોડિંગનો પ્રારંભ થયો છે, જેના કારણે માલવહનની કિંમત ઘટશે અને મોરબી તથા આસપાસના ઉદ્યોગોને સમગ્ર દેશમાં માલ મોકલવા માટે નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે.

ગુજરાતના મોરબી નજીક મકનસર ખાતે નવું ફ્રેટ ટર્મિનલ (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ) જી-રાઈડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયનો સંયુક્ત ઉપક્રમ છે અને દેશભરમાં આ પ્રકારના ટર્મિનલ વિકસાવવા માટેની પી.એમ. ગતિ શક્તિ નીતિનો ભાગ છે. નવી-નવી કોમોડિટીના રેલ માર્ગે પરિવહન માટે રાજકોટ મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) દ્વારા સતત સર્વે કરવામાં આવી રહ્યા છે.આ અંતર્ગત વેપારીઓ સાથે સંપર્ક કરીને તેમને રેલ માર્ગથી માલ મોકલવાના ફાયદાઓ સમજાવવાના પ્રયાસોને સફળતા મળી છે. રાજકોટ ડિવિઝનની BDUની પ્રયત્નશીલ કામગીરીના પરિણામે મકનસર ગતિ શક્તિ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનનું સંચાલન પહેલી વખત થયું છે.આ કન્ટેનર ટ્રેનના 56 કન્ટેનરમાં 1824 ટન સિરામિક ટાઇલ્સનું સંચાલન થયું છે, જેના કારણે રાજકોટ ડિવિઝનને અંદાજે 5.94 લાખ રૂપિયાનો આવક થયો છે. પશ્ચિમ રેલવે દ્વારા અપાયેલા વિવિધ પ્રોત્સાહનોના કારણે રાજકોટ ડિવિઝનમાં આ લદાણ શક્ય બન્યું છે. આવનારા સમયમાં આ ટ્રાફિક વધુ વધવાની શક્યતા છે






Latest News