કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

કાયદો વ્યવસ્થા ખાડે !: મોરબી અપહરણ કરીને માર માર્યો તે યુવાનને એ ડિવિઝનમાં અધિકારીની હાજરીમાં સામે વાળાએ આપી ધમકી ?


SHARE











કાયદો વ્યવસ્થા ખાડે !: મોરબી અપહરણ કરીને માર માર્યો તે યુવાનને એ ડિવિઝનમાં અધિકારીની હાજરીમાં સામે વાળાએ આપી ધમકી ?

મોરબીમાં રહેતો યુવાન તેના મિત્ર પાસેથી કાર માંગીને બે મહિના પહેલા લઈ ગયો હતો અને ત્યારે બગથળા પાસે અજાણ્યા શખ્સો કારની આદેવ ધોકા લઈને આવ્યા હતા અને કારના હપ્તા ચડી ગયા છે, કાર લઈ જવાની છે તેવું કહ્યું હતું જેથી યુવાને જેની કાર હતી તેને આ અંગેની જાણ કરી હતી જેથી કાર તે કાર વાળો ત્યાં આવ્યો હતો અને કાર લેવા આવેલા શખ્સોને કાર આપી દેવા માટે તેને કહ્યું હતું જેથી યુવાને કાર આપી દીધી હતી અને તેના બે દિવસ પછી યુવાનને કાર વાળાએ ફોન કરીને તારે ત્રણ લાખ આપવાના છે તેવું કહ્યું હતું. અને તે રૂપિયા યુવાન આપી શક્યો ન હતો જેથી તેના ઘરેથી યુવાનનું અપહરણ કરીને લઈ ગયા હતા અને તેને પાંચ જેટલા શખ્સોએ વારાફરતી મારમાર્યો હતો. જેથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાન ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાય છે જો કે, એ ડિવિઝન પોલીસ તેની ફરિયાદ લેતી નથી. આટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીની હાજરીમાં સામેવાળાએ ભોગ બનેલ યુવાનને ધમકી આપી હતી. જેથી મોરબીની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

મોરબી શહેર અને જિલ્લામાં યેનકેન પ્રકારે લોકોને ફસાવીને તેની પાસેથી પૈસા પડાવવામાં આવે તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં મૂળ બેલા આમરણ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ અમી એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પાર્થ સુંદરજીભાઈ બોપલિયા (19) નામના યુવાનને શક્તિ બોરીચા સહિત પાંચ જેટલા શખ્સોએ અપહરણ કરીને મારમાર્યો હતો. જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ ભોગ બનેલા યુવાનનું નિવેદન લીધેલ છે જોકે, છેલ્લા ત્રણ દિવસથી ભોગ બનેલ યુવાન ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાય છે તેમ છતાં પણ પોલીસ તેની ફરિયાદ લેતી નથી જેથી મોરબી પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારાએ ભોગ બનેલ યુવાન અને તેના પિતાને સાથે રાખીને પત્રકાર પરિષદ કરી હતી.

જેમાં ભોગ બનેલા પાર્થ બોપલિયાએ જણાવ્યું હતું કે શક્તિ બોરીચા તેનો મિત્ર છે અને બે મહિના પહેલા તેણે શક્તિ બોરીચા પાસેથી ગાડી માંગી હતી અને બગથળા ગામ બાજુ તે ગાડી લઈને ગયો હતો ત્યાં દરમિયાન અજાણ્યા ચાર શખ્સો ધોકા લઈને ગાડીની આડે આવ્યા હતા અને ગાડીને ઊભી રાખવી હતી અને કહ્યું હતું કે, ગાડી ઉપર હપ્તા ચડી ગયા છે. જેથી પાર્થએ ફોન કરીને શક્તિ બોરીચાને ત્યાં બોલાવતા તે આવી ગયો હતો અને ગાડી લેવા આવેલા શખ્સોને ગાડી આપી દેવા માટે કહ્યું હતું અને ત્યારબાદ શક્તિ બોરીચા જે ગાડી લઈને આવ્યો હતો તેમાં પાર્થ મોરબી આવ્યો હતો. આ ઘટનાના બે દિવસ પછી શક્તિ બોરીચાએ પાર્થને ફોન કર્યો હતો અને ત્રણ લાખ રૂપિયા તારે આપવ પડશે તેવું કહ્યું હતું. જેથી ગભરાઈ ગયેલા યુવાને પૈસા કટકે કટકે આપીશ તેવું કહ્યું હતું અને તે પૈસા આપ્યા ન હતા જેથી તા. 1/9 ના રોજ પાર્થનું તેના ઘરેથી શક્તિ બોરીચાએ અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેના અન્ય મિત્રો સહિત પાંચ જેટલા શખ્સોએ નાની વાવડી પાસે કેનાલ નજીક માર માર્યો હતો. જેથી ઇજા પામેલ પાર્થને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી. જો કે, હજુ સુધી ભોગ બનેલ યુવાનની ફરિયાદ લેવામાં આવી નથી.

પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજભાઈ પનારાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાર્થ બોપલિયા જેવા નવ યુવાનોને યેનકેન પ્રકારે ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે આ યુવાને શક્તિ બોરીચા પાસેથી ગાડી માંગી હતી અને તે ગાડીને લઈ ગયો હતો પરંતુ તે ગાડી ઉપર ચડી ગયેલ હપ્તા તેને ભરવાના ન હોય તે સ્વાભાવિક રીતે સહુ કોઈ સમજી શકે તેમ છે. જોકે તેને ડરાવી ધમકાવીને તેની પાસેથી પૈસા પડાવવા માટેનો કારસો રચવામાં આવ્યો હતો અને પાર્થનું અપહરણ કરીને તેને માર પણ મારવામાં આવ્યો છે આટલું જ નહીં છેલ્લા બે દિવસથી પાર્થ અને તેના પિતાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ  છે તો પણ તેની ફરિયાદ લેતા નથી અને ભોગ બનેલ યુવાનને તેના પિતા અને મનોજભાઈની તેમજ પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓની હાજરીમાં સામેવાળાએ ધમકી આપી હતી. જે મોરબીની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલ છે. ખાસ કરીને મનોજભાઈએ કહ્યું હતું કે, પાર્થ બોપલિયા જેવા યુવાનોની ફરિયાદ લઈને કાર્યવાહી કરવાના બદલે પોલીસ જ સીધો ન્યાય કરતી હોય તો મોરબીમાં કોર્ટને તાળા મારી દેવાની જરૂર છે. અને જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં એસપી, રેન્જ આઈજી, ડીજી અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવેલ છે.






Latest News