મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો
SHARE







મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે ઘુંટું ગામના સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૪૮ કેમ્પમાં કુલ ૧૩,૬૯૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે
મોરબીના જલારામ ધામ ખાતે ગુરુવારના રોજ વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. અને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પ સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગ થી યોજાયો હતો. આ તકે ચંદુભાઈ કૈલા, રવજીભાઈ કૈલા, પ્રવિણભાઈ કૈલા, જયસુખભાઈ કૈલા, ભગવાનજીભાઈ કૈલા, વિજયાબેન કૈલા, શોભનાબેન કૈલા, ઉર્મિલાબેન કૈલા, નીતાબેન કૈલા, અમીતભાઈ કૈલા, રોહીતભાઈ કૈલા, ભાવેશભાઈ કૈલા, પાર્થભાઈ કૈલા, રોનકભાઈ કૈલા, યોગેશભાઈ કૈલા, રાજુભાઈ કૈલા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
