કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો


SHARE













મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે ઘુંટું ગામના સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૪૮ કેમ્પમાં કુલ ૧૩,૬૯૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે

મોરબીના જલારામ ધામ ખાતે ગુરુવારના રોજ વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. અને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પ સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગ થી યોજાયો હતો. આ તકે ચંદુભાઈ કૈલા, રવજીભાઈ કૈલા, પ્રવિણભાઈ કૈલા, જયસુખભાઈ કૈલા, ભગવાનજીભાઈ કૈલા, વિજયાબેન કૈલા, શોભનાબેન કૈલા, ઉર્મિલાબેન કૈલા, નીતાબેન કૈલા, અમીતભાઈ કૈલા, રોહીતભાઈ કૈલા, ભાવેશભાઈ કૈલા, પાર્થભાઈ કૈલા, રોનકભાઈ કૈલા, યોગેશભાઈ કૈલા, રાજુભાઈ કૈલા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News