મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૨ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની આરતીનો લાભ લેતા પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલા
SHARE







મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની આરતીનો લાભ લેતા પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલા
મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસ.પી. રોડ ઉપર અરવિંદભાઈ બારૈયા અને તેની ટીમે દર વર્ષની જેમ આ વર્ષે પણ "સિધ્ધી વિનાયક કા રાજા" ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. અને ત્યાં વધુમાં વધુ ભક્તો દર્શન અને આરતીનો લાભ મળે તેના માટે સિધ્ધી વિનાયક કા રાજા માં જુદાજુદા બે સમયે આરતી કરવામાં આવે છે. જો કે, ગુરુવારે મોરબીમાં સરકારી કાર્યક્રમમાં આવેલ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઇ રૂપાલા "સિધ્ધી વિનાયક કા રાજા" ગણેશ મહોત્સવના પાંડલમાં પહોચ્યા હતા ત્યારે અરવિંદભાઇ બારૈયા અને ઓમ બારૈયા તેમજ બારૈયા પરિવાર દ્વારા તેઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પરસોતમભાઇ રૂપાલાએ ગણેશજીની આરતીનો લાભ લીધો હતો ત્યારે તેઓની સાથે ટંકરના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જયુભા જાડેજા, જયંતીભાઈ પટેલ, રિશીપભાઈ કૈલા, ભૂપતભાઇ જારીયા, જિગ્નેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા, જયદીપભાઈ કંડિયા, બાબુભાઇ પરમાર, ભાવનાબેન કૈલા, ભાવાનભાઇ ભાગીયા સહિતના આગેવાનો જોડાયા હતા. અને આ ભવ્ય ગણેશોત્સવના આયોજન બદલ પરસોતમભાઇ રૂપાલાએ અરવિંદભાઇ બારૈયા અને તેઓની ટીમને બિરદાવી હતી.
