મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં એક કલાકમાં અડધાથી લઈને દોઢ ઇંચ વરસાદ


SHARE













મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં એક કલાકમાં અડધાથી લઈને દોઢ ઇંચ વરસાદ

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી બફારો હતો અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવામાં આજે સાંજના સાતેક વાગ્યાના અરસામાં સમગ્ર મોરબી જિલ્લાની અંદર વરસાદી માહોલ બંધાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને પાંચે પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આંકડાકીય માહિતી પર નજર કરીએ તો મોરબી જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ છેલ્લી એક કલાકમાં વરસી ગયો છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ થયો છે તેમ છતાં પણ હજુ બફારો અને ગરમીમાં લોકોને રાહત મળતી નથી તેવું કહીએ તો તેમાં અતિશક્તિ નથી અને ખાસ કરીને છેલ્લા બે દિવસથી અસહ્ય બફારો હતો તેવામાં આજે સાંજના સાવાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા અને પાંચે પાંચ તાલુકામાં મોરબી જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો અને ગણતરીની કલાકમાં જ મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં અડધાથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી અને માળિયા તાલુકામાં છેલ્લી એક કલાકમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. જ્યારે હળવદ તાલુકામાં સવા ઇંચ, ટંકારા તાલુકામાં એક ઇંચ અને વાંકાનેર તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હજુ પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લામાં વર્ષે તેવું લોકો અને ખાસ કરીને ખેડૂતો ઈચ્છી રહ્યા છે.






Latest News