મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની આરતીનો લાભ લેતા પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલા
મોરબીમાં 60 લાખની ઉઘરાણી માટે યુવાનના અપહરણ કરવાના ગુનામાં કારખાનેદાર સહિતના મુખ્ય આરોપીઓને જોડવાની અરજી કોર્ટે કરી મંજુર
SHARE







મોરબીમાં 60 લાખની ઉઘરાણી માટે યુવાનના અપહરણ કરવાના ગુનામાં કારખાનેદાર સહિતના મુખ્ય આરોપીઓને જોડવાની અરજી કોર્ટે કરી મંજુર
મોરબીમાં 60 લાખની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની પત્નીએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવાને બદલે ભોગ બનનારનું ખોટું સોગંધનામું કરાવી મૂળ આરોપીને બચાવવા કોર્ટમાં વર્ગ સી-સમરી દાખલ કરી હતી. જો કે, ફરિયાદીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે મુખ્ય આરોપીને જોડવા માટે કરવામાં આવેલ અરજીને સેસન્શ કોર્ટે મંજુર કરી છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2013 માં ભોગ બનનાર દિપેશભાઇનું 60 લાખની ઉઘરાણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાનની પત્ની નિશાબેને ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મૂળ સાવિયો સિરામિક વાળાઓએ જે તે સમયના તપાસ અધિકારી સાથે મિલાપીપણું કરી ભોગ બનનારનું ખોટું સોગંધનામું કરાવી મૂળ આરોપીને બચાવવા નામદાર કોર્ટમાં વર્ગ સી-સમરી દાખલ કરી હતી. જો કે, મૂળ ફરિયાદીનો પુરાવો ધ્યાને લઈને કોર્ટ દ્વારા વર્ષ 2016 માં સમરી નામંજૂર કરી હતી અને વધુ તપાસ સાથે કોર્ટમાં કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો છતાં વધુ તપાસમાં પણ મૂળ આરોપીને છાવરી ફક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસમાં ફરિયાદી અને અન્ય સાહેદ બાદ ભોગ બનનાર દિપેશભાઇની જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી અને મૂળ ફરિયાદી તરફે આ ગુનાના મુખ્ય આરોપીને ગુનાના કામે જોડવા અરજી કરવામાં આવી હતી જેમાં મોરબીની સેસન્સ કોર્ટ દ્વારા મૂળ ફરિયાદીના વકીલ હિરલ આર. નાયકની લેખિત અને મૌખિક દલીલોને ધ્યાને લઈને ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને જોડવા હુકમ કરેલ છે. વધુમાં ફરિયાદીના વકીલ હિરલ આર. નાયકે જણાવ્યુ છે કે, તેઓની દલીલ માન્ય રાખીને સાવિયો સિરામિક વાળા જીજ્ઞેશભાઈ ધર્મેશભાઈ મેથાણીયા, ધીમંતભાઈ અમૃતલાલ મેથાણીયા અને શામજીભાઈ નાગરભાઈ મેથાણીયાને આરોપી તરીકે જોડવા સેસન્સ કોર્ટે હુકમ કર્યો છે.
