મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં એક કલાકમાં અડધાથી લઈને દોઢ ઇંચ વરસાદ
મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ
SHARE







મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ
મહામુલી જીંદગીને મોતના ખપ્પરમાં હોમાતી બચાવવા માટે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલા મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા સામાજીક કાર્યકરોએ અપીલ કરેલ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચા વિગેરેએ કલેકટર તેમજ મહાપાલીકાના કમીશ્નરને લેખીત રજૂઆત કરેલ છે કે, મોરબીમાં મચ્છુ-૩ ડેમ ઉપર અવાર-નવાર નદીમાં ઝંપલાવીને આપધાતના બનાવો બનતા હોવાથી ચિંતાજનક પરીસ્થીતી સર્જાઈ છે.આ સંદર્ભે મોરબીના જાગૃત સામાજીક કાર્યકરોએ મોરબી મહાનગરપાલીકા કમીશ્નર તથા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી છે.જો મહાનગરપાલીકા નાલા આડા પતરા મુકી શકતી હોય તો ડેમ ઉપર બનાવેલ પારાપેટ ઉપર પતરા અથવા મયુરપુલની માફક પોલ ગોઠવી તેમાં લોખંડની જાળી અથવા ઉંચી દિવાલ કરવાથી અનેક લોકોના જીવ બચાવી શકશે અને નિર્દોષ લોકોને મોતના મુખમાં જતા બચાવી શકાશે.મનુષ્ય અવતાર એક જ વખત મળે છે ફરીને મનુષ્ય અવતર મળતો નથી.તો આ મોંઘેરો અવતાર વડેફાઈ નહીં તે માટે અહીંયા તાત્કાલીક લોખંડની ઝારી અથવા પીલોર ઉભા કરવા અથવા પતરા નાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.આપધાતથી કોઈ બહેન તો કોઈ દીકરી પોતાના સહારો ગુમાવે છે. કોઈ પત્ની વિધવા બને છે કોઇ સંતાન પિતાની છત્રછાયા ગુમાવે છે. સમાજને ઝંઝોડનારી આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલીક જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ પુલ ઉપર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
