ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના અને મોરબી તાલુકામાં દેશી દારૂની બે રેડ: 1.16 લાખના મુદામાલ સાથે એક મહિલા સહિત ત્રણ પકડાયા, એકની શોધખોળ


SHARE













વાંકાનેરના અને મોરબી તાલુકામાં દેશી દારૂની બે રેડ: 1.16 લાખના મુદામાલ સાથે એક મહિલા સહિત ત્રણ પકડાયા, એકની શોધખોળ

વાંકાનેરના વીરપર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1600 લીટર આથો તથા 60 લિટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે 52,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે ગોરખીજડીયા ગામ નજીકથી 70 લીટર દેશી દારૂ ભરેલ રિક્ષા મળી આવતા 64,000 ના મુદામાલ સહિત મહિલા સહિત બેની ધરપકડ કરેલ છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીરપર ગામની સીમમાં અરમાનો સિરામિક પાછળ વડીયા વિસ્તારમાં જાહેરમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1600 લિટર આથો તથા 60 લિટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે 52 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી લાભુભાઈ અમરશીભાઈ જોલાપરા (59) રહે. હાલ નવાપરા વાંકાનેર મૂળ રહે. જાંબુડીયા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી કિશનભાઈ ભરતભાઈ ધામેચા રહે. પંચાસર તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી તાલુકાના ગોરખીજડીયાથી વનાળીયા તરફ જવાના રસ્તા ઉપરથી સીએનજી રીક્ષા નંબર જીજે 13 એટી 1547 પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકવામાં આવી હતી અને ચેક કરવામાં આવતા રિક્ષામાંથી 70 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 14,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતની રિક્ષા મળીને 64,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કરીમભાઈ મુસાભાઇ જેડા (42) રહે. વીસીપરા કુલીનગર-2 મોરબી તથા હનીફાબેન સૈયદુભાઇ જેડા (35) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News