ટંકારાના સજનપર ગામે જુગારની રેડ પડતા નાસભાગ : 3 શખ્સની 1.59 લાખની રોકડ સાથે ધરપકડ, 2 ની શોધખોળ
SHARE







ટંકારાના સજનપર ગામે જુગારની રેડ પડતા નાસભાગ : 3 શખ્સની 1.59 લાખની રોકડ સાથે ધરપકડ, 2 ની શોધખોળ
ટંકારાના સજનપરથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર તળાવના કાચા માર્ગે બાવળની જાળીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા શખસોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને બે શખ્સ તકનો લાભ લઈને નાસી ગયા હતા જો કે, ત્રણ શખ્સની પોલીસે 1,59,800 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારાના સજનપર ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ તળાવના કાચા માર્ગે બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મનોજભાઈ ચુનીલાલ ઠાકર (35) રહે. રામજી મંદિર પાસે રવાપર, વિશાલભાઈ દેવદાનભાઈ ડાંગર (29) રહે. હનુમાનજી મંદિરની બાજુમાં રવાપર તથા ભાવેશભાઈ ભગવાનજીભાઈ મેરજા (39) રહે. પંચાસર રોડ રાજનગર મોરબી વાળા મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 1,59,800 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી તકનો લાભ લઈને માધવભાઈ ભાલોડીયા રહે. સજનપર તથા હિરેનભાઈ ચાડમીયા રહે. રવાપર વાળા નાસી ગયેલ છે જેથી હાલમાં પાંચ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો પોલીસે નાસી છૂટેલ બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બાઇક સ્લીપ
માળીયાના વેજલપર ગામે રહેતા રાજેશભાઈ લાલજીભાઈ ઝીંઝવાડીયા (41) નામનો યુવાન દેવળીયાથી વેજલપરના રસ્તા ઉપર અણીયારી ટોલનાકાથી આગળના ભાગમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.
