મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ઘર પાસે ચોકમાં ખાટલો નાખીને બેઠેલ યુવાન અને તેની પત્નીને બે મહિલા સહિત 5 લોકોએ મારમાર્યો


SHARE































માળિયા (મી)ના ખાખરેચી ઘર પાસે ચોકમાં ખાટલો નાખીને બેઠેલ યુવાન અને તેની પત્નીને બે મહિલા સહિત 5 લોકોએ મારમાર્યો

માળિયા (મી)ના ખાખરેચી ગામે યુવાન તેના ઘર સામે ચોકમાં ખાટલો નાખીને બેઠો હતો જે સામેવાળાઓને સારું નહીં લાગતા તેના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને યુવાનને માથા, કપાળે તથા શરીરે મારમાર્યો હતો ત્યારે યુવાનને બચાવવા માટે તેની પત્ની વચ્ચે પડી હતી જેથી તેને બે મહિલાએ ઢીકાપાટુનું મારમાર્યો હતો જેથી ઇજા પામેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના ખાખરેચી ગામે વણકરવાસમાં રહેતા હિતેશપરી કેશુપરી પરમાર (22) નામનો યુવાન પોતે પોતાના ઘર પાસે આવેલ ચોકમાં ખાટલો નાખીને બેઠો હતો જે જયેશભાઈ વસંતપરી પરમાર, ગૌતમપરી જીવણપરી પરમાર અને વિજયપરી વસંતપરી પરમારને સારું નહીં લાગતા તેઓએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને હિતેશપરીને માથાના પાછળના ભાગે, કપાળે અને શરીરે મારમાર્યો હતો ત્યારે હિતેશફરીને  બચાવવા માટે તેના પત્ની સોનુંબેન (20) વચ્ચે પડ્યા હતા અને જેથી આ ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ગીતાબેન વસંતપરી અને મીનાબેન જીવણપરી ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પત્નીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ડાબી આંખે તથા ડાબા સાથળના ભાગે ઇજા કરી હતી જેથી ભોગ બનેલ દંપતિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા બાબુભાઈ ચકુભાઈ વાણીયા (57) નામના વૃદ્ધ લુહાર શેરી પાસે નવયુગ ગારમેન્ટ નજીકથી સાઇકલ લઈને જતા હતા ત્યારે રિક્ષાવાળાએ તેને હડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.












Latest News