માળિયા (મી)ના પીપળીયા ચાર રસ્તા પાસે યુવાનને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવારમાં મોત
SHARE







માળિયા (મી)ના પીપળીયા ચાર રસ્તા પાસે યુવાનને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવારમાં મોત
માળીયા મીયાણામાં પીપળીયા ચાર રસ્તા પાસે યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
માળીયા મીયાણામાં પીપળીયા ચાર રસ્તા પાસે ટાટાના શોરૂમની સામેના ભાગમાં ખુશાલઅહમદભાઈ સમસાદઅહમદભાઈ ખાન (30) રહે. પીપળીયા ચાર રસ્તા માળિયા હાઇવે આશિષ ક્રેન સર્વિસ સેન્ટર મૂળ રહે. ઝારખંડ વાળો યુવાન હતો અને ત્યાં ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં તે કામ કરતો હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને તે યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીમાં આવેલ મોટી હનુમાન શેરીમાં રહેતા ચંદ્રિકાબેન નરોતમભાઈ ગાંધી (79) વાળા દરબારગઢ પાસે એકટીવામાં જઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર વાહન સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને વૃદ્ધાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
