મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ-ટીડીઓની સૂઝબૂઝથી શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજના અઢળક લાભ


SHARE































મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ-ટીડીઓની સૂઝબૂઝથી શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજના અઢળક લાભ

મોરબી તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પગાર દર મહિને નિયમિત રીતે બેંકમાં થાય છે, છેલ્લા થોડા સમયથી જુદી જુદી બેંકો દ્વારા સેલેરી એકાઉન્ટ માટે મળતા લાભોની જુદી જુદી સ્કીમ અને પેકેજ આવી રહ્યા હતા ત્યારે મોરબી તાલુકાના યુવા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને તાલુકા વિકાસ અધિકારી પી.એસ.ડાંગરની સૂઝબૂઝ અને કુનેહથી શિક્ષકોને સેલેરી એકાઉન્ટ માટેના પેકેજના અઢળક લાભો પ્રાપ્ત થયા છે.

મોરબી તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા તેમજ શિક્ષકોના તમામ સંગઠનના હોદેદારો અને બેંકના અધિકારીઓની એક મીટીંગ રાખવામાં આવી જેમાં સૌની ઉપસ્થિતિમાં બેંકના અધિકારીઓએ પોત પોતાની સ્કીમ,પેકેજની રજુઆત કરી સમજૂતી આપી હતી જે પૈકી સૌથી વધુ લાભો જે બેંકે આપ્યા એ બેંકમાં સેલેરી એકાઉન્ટ ઓપન કરવાનું સર્વાનુમતે નક્કી કરીને એમ.ઓ.યુ.કરાયા છે. જેમાં આકસ્મિક મૃત્યુ વીમો 1 કરોડ, કુદરતી મૃત્યુ વીમો 5 લાખ, જે કિસ્સામાં એકાઉન્ટ હોલ્ડરનું આકસ્મિક મૃત્યુ થાયએ કિસ્સામાં બાળકોના ભણતર માટે 16 લાખ, ઝીરો બેલેન્સ એકાઉન્ટ, લાઈફ ટાઈમ ફ્રી ડેબિટ/ એટીએમ કાર્ડ સહિતના 15 જેટલા લાભ આપવામાં આવેલ છે. અને ખાસ કરીને સ્પેશિયલ મેડિક્લેઈમની ઓફર ફક્ત ગુજરાત રાજ્યના તમામ શિક્ષણ ખાતાના કર્મચારીઓ માટે આપવામાં આવેલ છે જેમાં ફક્ત 10264 રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં 33 લાખ રૂપિયાનો મેડીક્લેમ પુરા પરિવાર માટે આપવામાં આવેલ છે જેમાં 2 વ્યક્તિ અને તેના 2 બાળકોનું રિસ્કવર થશે.












Latest News