મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ-ટીડીઓની સૂઝબૂઝથી શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજના અઢળક લાભ
વાંકાનેરમાં ધારાસભ્ય દ્વારા આયોજિત મોદક સ્પર્ધામાં વડીલ 17 લડવા ખાઈ ગયા: 11 હજારનું આપ્યું ઈનામ
SHARE







વાંકાનેરમાં ધારાસભ્ય દ્વારા આયોજિત મોદક સ્પર્ધામાં વડીલ 17 લડવા ખાઈ ગયા: 11 હજારનું આપ્યું ઈનામ
વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ સમિતી તેમજ વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોક પ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈનું ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં 23 લોકોએ ચાલુ વરસાદે આવીને ભાગ લીધેલ હતો અને આ હરીફાઈમાં પ્રથમ ક્રમે વરડુસર ગામનાં રાજાભાઈ ટપુભાઈ નંદાસણીયા 17 લાડવા ખાઈ જતાં તેઓને 11,000નું રોકડ ઈનામ આપ્યું હતું. જ્યારે બીજા ક્રમે ગુંદાખડા ગામનાં ગોરધનભાઈ સામજીભાઈ સાપરાએ 16.5 લાડવા ખાઈ જતાં તેને 8,000 નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું અને ત્રીજા ક્રમે ખાનપર ગામનાં કરશનભાઈ પોલાભાઈ ડાભી 16 લાડવા ખાઈ જાત તેઓને 5,000 નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું અને આ ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા, વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત હાજર રહ્યા હતા અને આ હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ધારાસભ્યએ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
