મોરબીના પાવડયારી નજીક બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
ટંકારા તાલુકામાં કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
SHARE







ટંકારા તાલુકામાં કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ખાતે કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનુભાઈ, ટંકારા- પડધરીના પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણી, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દમયંતીબેન નિરંજની, મોરબી જિલ્લા આઈ.ટી. સેલના પ્રમુખ જયભાઈ મેરજા તથા મોરબી, માળીયા, વાંકાનેર, ટંકારા તાલુકા અને શહેરના પ્રમુખ સહિતના હોદ્દેદારો, કાર્યકરો તથા આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ અંતર્ગત આગામી સમયમાં લોકોના પ્રશ્નોને ધ્યાને લઈ કોંગ્રેસ વધુ મજબૂત બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
