ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના કેજી થી ધો. ૧૨ સુધીના વર્ગમાં સ્વયં વિધાર્થીઓ એક દિવસના શિક્ષક બનીને તેમના વર્ગમાં સહપાઠીઓને અભ્યાસ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના ૧૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વિધાર્થીઓ દરેક વિષયના શિક્ષક, મદદનિશ શિક્ષક, પટ્ટાવાળા, ક્લાર્ક, સુપરવાઇઝર અને આચાર્ય તરીકે ભૂમિકા ભજવેલ તેમજ સવારપાળીના આચાર્યા તરીકે સોલંકી આયુષી દિનેશભાઈ (ધો.૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે પરમાર પલ્લવી હરીશભાઇ (ધો.૯) એ પોતાની ફરજ નિભાવેલ હતી અને શાળાના બંને આચાર્યાએ ક્વિઝ સ્પર્ધા અને રંગપૂરણી સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને શુભકામના પાઠવેલ હતી અને અંતમાં શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ આ દિવસની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને માહિતી આપેલ તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને ભવિષ્યમાં પણ શિક્ષક બનીને સમાજને યોગ્ય માર્ગદર્શન આપે તેવા આશીર્વચન આપેલ હતા.






Latest News