વાંકાનેરના વિનયગઢ ગામે પીવાના પાણીના વધામણા કરતા જિજ્ઞાસાબેન મેર
મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ કરી પોલીસ અધિક્ષકની શુભેચ્છા મુલાકાત: મહત્વપૂર્ણ પ્રશ્નોની થઈ ચર્ચા
SHARE







મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ કરી પોલીસ અધિક્ષકની શુભેચ્છા મુલાકાત: મહત્વપૂર્ણ પ્રશ્નોની થઈ ચર્ચા
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ આરવડિયા, હરેશ બોપલિય, સંદીપ કુંડારિયા, અજય મારવાણિયા મોરબીના નવા નિયુક્ત પોલીસ અધિક્ષક મુકેશ પટેલની શુભેચ્છા મુકલતે પહોચ્યા હતા અને મોરબી શહેર તથા સિરામિક ઉદ્યોગને લગતા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને છેલ્લા સમયગાળામાં ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટા થયેલ પેમેન્ટ અને ફ્રોડના કેસો સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પોલીસ વડા મુકેશ પટેલે તમામ મુદ્દાઓને ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને પોલીસ વિભાગ તરફથી પૂરતો ન્યાય અને સહયોગ મળશે તેવો વિશ્વાસ આપ્યો હતો. મોરબી સિરામિક ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને હજારો લોકોને રોજગાર પણ પૂરો પાડે છે. આવા ઉદ્યોગને સુરક્ષિત અને વિશ્વસનીય માહોલ મળે તે માટે મોરબી સિરામિક એસો. સતત પ્રયાસશીલ છે.
