ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર


SHARE













હળવદના ટીકર ગામે યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં સભાઓ કરવામા આવી રહી છે તેવામાં હળવદ તાલુકાનાં ટીકર ગામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હાજરીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા હતા ત્યાર બાદ સભાને સંબોધતા ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને તેને આવકારવા માટે તૈયાર હતા પરંતુ તે રાજકારણ કરવા માટે આવેલ નથી રાજકારણમાં પરીવર્તન માટે આપમાં જોડાય છીએ અને લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરીવર્તન આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

હળવદ તાલુકાનાં ટીકર ગામે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાન રાજુભાઇ કપરાડા ઉપરાંત મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ, કે.ડી.બાવરવા, ડોક્ટર રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે રાજુભાઇ કપરાડા, પંકજભાઈ રાણસરિયા તથા મહાદેવભાઇ પટેલ દ્વારા વર્તમાન સમયમાં લોકો જે જુદીજુદી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેના ઉકેલ માટે આમ આદમી પાર્ટીના આગેવાનો તમારી સાથે જ છે અને જરૂર પડે તો આંદોલન કરવા માટે પણ લોકોની સાથે રહેશે. કેમ કે, વર્ષોથી સત્તામાં ભાજપ હોવા છતાં પણ આજની તારીખે મોટાભાગના વિસ્તારોમાં લોકો લાઇટ, પાણી રોડ રસ્તા જેવી સુવિધા મળતી નથી અને લોકો હેરાન થાય છે ત્યારે હવે સતાધીશોને તેનું સ્થાન બતાવવાનો સમય આવી ગયો છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી ત્યારે તેમણે કહયું હતું. ચાર વર્ષ પહેલા જ્યારે રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને આવકારવા માટે તૈયાર હતા જો કે, હું રાજકારણ કરવા માટે નહીં પરંતુ વર્તમાન સમયમાં જે રાજકારણ કરવામા આવે છે તેમાં પરીવર્તન લાવવા માટે રાજકારણમાં આવ્યો છો. ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાં લોકોના અનેક પ્રશ્ન છે જો કે, તેનો ઉકેલ કેમ લાવવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે. અને સરકારે 15 વર્ષે વાહન બદલાવવા માટેનો નિયમ બનાવેલ છે તો પછી 30-30 વર્ષથી ભાજપ છે તેને ગુજરાતમાં હવે બદલી નાખો અને એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો અને જો આપની આશા અને અપેક્ષા ઉપર ખરા ન ઊતરીએ તો અમને પણ બદલી નાખજો.




Latest News